વધતા કોરોના કેસોને લઇ સુરત પાલિકાનો નિર્ણય - 7 દિવસ થવું પડશે ક્વોરેન્ટાઇન

વધતા કોરોના કેસોને લઇ સુરત પાલિકાનો નિર્ણય - 7 દિવસ થવું પડશે ક્વોરેન્ટાઇન

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્રારા આપવામાં આવેલ માહિતી અનુસાર સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 56,388 પર પહોંચી ગયો છે અને સાથે શહેર અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1,140 થયો છે. ગત રોજ શહેરમાંથી 171 અને જિલ્લામાંથી 29 મળી કુલ 200 જેટલા કોરોના દર્દીઓ સાજા થયાં છે જેને લઇ અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 53,828 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે.
વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં રાખી આજે સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેનામુ બહાર પાડવામાં આવ્યું છે કે સુરતમાં અન્ય રાજ્યમાંથી આવનાર તમામ વ્યક્તિએ ફરજીયાત 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે સાથે જ પાંડેસરા હાઉસિંગમાં શાક માર્કેટ અને ફ્રૂટ માર્કેટ સહિત દુકાનો બંધ કરવાનો નિર્ણય કોરોના કેસો વધવાને લઇ લેવામાં આવ્યો છે.પાંડેસરા હાઉસિંગમાં કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવતું ન હતું જેને લઇ કોરોના કેસોમાં વધારો થતા ઉધના ઝોનમાં કેસ વધતા ઉધના ઝોન દ્રારા કડક કાર્યવાહી કરાઈ રહી છે. સુરત શહેર અને જિલ્લામાં નવા નોંધાયેલા કેસમાં સિવિલના ડોક્ટર, સ્મીમેર હોસ્પિટલનો સ્ટાફ, નર્સ અને કર્મચારી,10 વિદ્યાર્થી, ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ અને વર્કરો, કાપડ અને બાંધકામ સાથે સંકળાયેલા વ્યવસાયી સહિત સાયણમાં લુમ્સ ફેકટરી ધારક, આનંદ મહેલ રોડના પેટ્રોલ પંપના કર્મચારી અને સુરત કોર્ટના કર્મચારીઓ સહિતના લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.