વર્ષ 2007 ના સરક્ષણ કૌભાંડમાં સીબીઆઈએ કેસ દાખલ કર્યો

વર્ષ 2007 ના સરક્ષણ કૌભાંડમાં સીબીઆઈએ કેસ દાખલ કર્યો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ સંરક્ષણ કૌભાંડમાં અમેરિકન કંપની એકોન સહિતના તત્કાલીન વૈજ્ઞાનિકો અને અજ્ઞાત લોકસેવકો સામે કેસ દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ સીબીઆઈ એજન્સીએ આઈપીસીની કલમ 120 બી - 400 અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. સીબીઆઈએ વર્ષ 2007 માં ડીઆરડીઓ માટે 35 રેડિયો ફ્રીક્વન્સી જનરેટર્સની ખરીદીમાં કથિત ગેરરીતિઓ બદલ કાર્યવાહી કરી છે. સીબીઆઈએ પ્રિયા સુરેશ નામના વૈજ્ઞાનિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પ્રિયા સુરેશ ડીઆરડીઓની ડિફેન્સ એવિઓનિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટમાં વૈજ્ઞાનિક હતી. તેના ઉપર છેતરપિંડીનો આરોપ છે. આ જનરેટર 10,80,450 ડોલરમાં ખરીદ્યા હતા. વર્ષ 2009 માં જનરેટરના 35 યુનિટ્સ 3 કન્સાઈમેન્ટ દ્વારા ડીઆરડીઓને મોકલવામાં આવ્યા હતા. એકોન કંપનીને તેની ચુકવણીનો 90 ટકા હિસ્સો મળ્યો હતો. ડિલિવરીના થોડા અઠવાડિયામાં જનરેટરના 35 યુનિટોમાંથી 23ને US માં રિપેર - અપગ્રેડ કરવાના બહાને પાછા મોકલવામાં આવ્યા હતા ત્યારથી કંપનીએ હજુ સુધી સંપૂર્ણ રીતે કાર્યરત યુનિટ આપ્યા નથી. પ્રિયા સુરેશે આ જનરેટરને પાછા મોકલવાની ભલામણ કરી હતી પરંતુ આ અંગે કોઈ રેકોર્ડ નથી તેમજ તેમણે યુનિટ અધૂરા અને પાછા મોકલ્યા છતાં પણ બાકીની રકમ કંપનીને ચુકવી દીધી હતી. આ ડિલમાં ઓર્ડર કરાયેલા 35 ફ્રીક્વન્સી જનરેટર્સમાંથી ડીઆરડીઓ પાસે હાલમાં ફક્ત 12 યુનિટ છે અને તે કામ કરવાની સ્થિતિમાં પણ નથી.
સીબીઆઈનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રિયા સુરેશ અને અમેરિકન કંપની એકોન કથિત છેતરપિંડીમાં સામેલ છે. કંપની અને પ્રિયા સુરેશ ઉપર છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો છે.