સાર્વજનિક છઠ પૂજાની ઉજવણીને લઇ હાઇકોર્ટની રોક

સાર્વજનિક છઠ પૂજાની ઉજવણીને લઇ હાઇકોર્ટની રોક

દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસો વધવાની સાથે ઉત્તરભારતીયોના પવિત્ર તહેવાર છઠ પર્વની ઉજવણીને લઇને રાજકીય ઘમાસાણ મચી જવા પામ્યું છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે સાર્વજનિક જગ્યાઓ પર ભીડ જમા થવાથી ખતરો વધી શકે છે. સાર્વજનિક જગ્યાઓ પર છઠ પર્વની ઉજવણી કરવાની દિલ્હી સરકારે હાલ મનાઇ ફરમાવી છે. દિલ્હી સરકારે સાર્વજનિક જગ્યાઓ ઉપર છઠ પૂજાનું આયોજન ન કરવા આદેશ આપ્યા છે પરંતુ છઠ પૂજાનું આયોજન કરનારી સમિતીઓએ દિલ્હી સરકારના આદેશનો વિરોધ કરતા રાજકારણ ગરમાયુ છે ત્યારે આ તમામ ઘમાસાણ વચ્ચે આજે દિલ્હી હાઇકોર્ટે છઠ પૂજાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
હાલમાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.દિલ્હીમાં કોરોના ખુબજ ઝડપથી ફેલાઈ ગયો છે કે જેનાથી હવે તંત્ર થાકી ગયુ છે જેથી નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હીમાં 90 ટકા આઇસીયુ બેડ ભરાય ગયા છે. ટૂંક સમયમાં 250 આઈસીયુ બેડની પહેલી બેચ કેન્દ્ર તરફથી પ્રાપ્ત થશે. દિલ્હીને કેન્દ્રમાંથી 750 આઈસીયુ બેડ મળશે।
હાલમાં દિલ્હીમાં 26000 કોરોનાગ્રસ્ત લોકો હોમ આઇસોલેશનમાં છે. દિલ્હીમાં કોરોનાના 16000 બેડ છે મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી સરકાર દ્રારા લૉકડાઉન કરવાનો કોઈ ઇરાદો નથી. લોકડાઉન કોરોના સામે લડવાનો માર્ગ નથી. મેડિકલ મેનેજમેન્ટ જ કોરોના સામે લડવાનો એકમાત્ર રસ્તો છે.


ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીમાં થતા લગ્નમાં મહેમાનોની સંખ્યામાં 200ની જગ્યાએ માત્ર 50 રાખવાના કેજરીવાલ સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રતિબંધ કેટલા દિવસ માટે હશે એ હજુ સ્પષ્ટ નથી. આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નનાં મુહૂર્ત છે. તા.25 નવેમ્બરે દેવઉઠની એકાદશીના દિવસથી લગ્નની સીઝન શરૂ થશે.