સુરત : અસામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ

સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. જેને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોને લઈ આમ જનતાને ભોગવવાનો વારો આવી રહ્યો છે અને પોલીસ માત્ર નામ પુરતી કામગીરી કરી રહી હોય તેમ લાગે છે. ત્યારે ડિંડોલી વિસ્તારના હાલ સીસીટીવી સામે આવ્યા છે. ડિંડોલી વિસ્તારમાં આવેલ પેવેલીયન પ્લાઝામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેને લઈ ગુનેગારો પર ડિંડોલી પોલીસની કેવી પકડ છે તે દેખાઈ છે.
ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો ઉગી રહ્યા હોય જેઓને ડામવામાં ડિંડોલી પોલીસ સફળ થશે કે પછી આવી જ રીતે અસામાજિક તત્વો આતંક મચાવશે તે જોવુ રહ્યું...