સુરત : આંજણા ફાર્મ ખાતે એમ્બ્રોઈડરી ખાતામાં અજાણ્યાઓએ કર્યો હાથફેરો

આંજણા ફાર્મ ખાતે આવેલ જય ઈન્ડસ્ટ્રીયલ વિભાગ 3ના એમ્બ્રોઈડરી ખાતામાંથી અજાણ્યાઓ હાથફેરો કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતે રહેતા દિપક ઝડફિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ આંજણા ફાર્મ ખાતે આવેલ જય ઈન્ડસ્ટ્રીયલ વિભાગ 3માં એમ્બ્રોઈડરી ખાતુ ધરાવે છે અને તેઓના ખાતાને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમોએ એમ્બ્રોઈડરી મશીનોમાંથી ડ્રાઈવર તથા ડીવાઈડર અને વાયરીંગની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.