સુરત : આપઘાત પ્રયાસ કરનાર યુવકને પુણા પોલીસે બચાવી લીધો

પુણાગામ ગણેશનગરમાં ચોથા માળે છજ્જા પર ચઢી નીચે ઝંપલાવવા માટે ઉતાવળા બનેલા યુવાનને લટકીને બચાવી લેનાર પુણા પોલીસે યુવાન રાજસ્થાની હોવાનું અને હત્યાના પ્રયાસનો આરોપી હોવાની જાણ થતા તેની ધરપકડ કરી હતી.
પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે પોણા આઠ વાગ્યાથી એક યુવાનને લઈને ભારે હંગામો થયો હતો. 22 વર્ષનો અજાણ્યો યુવાન ગણેશ નગરમાં એક મકાનના ચોથા માળે આવેલા બારીના છજ્જા પર ચઢીને પોલીસ મારશે તેમ કહીને આપઘાત કરવા આવ્યો હોવાની કહી લવારા કરતો હોય પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. પુણા પોલીસ મથકના પી.આઈ. વી.યુ. ગડરીયાએ જાનના જોખમે બારીની બહાર લટકી તેને વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. ત્યારે સબ ઈન્સ્પેક્ટર રાઠોડે છત પરથી દોરીની મદદથી ઉંધા લટકી તેને બચાવી લીધો હતો. ઉગારી લેવાયેલા યુવાનની પુછપરછ કરતા તેણે પોતાનું નામ મનોહરસિંહ ઈશ્વરસિંહ રાઠોડ હોવાનું અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભીયાડ ગામનો વતની હોવાનું જણાવ્યુ હતું. અને વતનમાં છ ઈસમો સાથે મળી ચાર મહિના પહેલા ખમીસનાથ બહાદુરનાથ જોગીની ગરદનના ભાગે સળિયો મારી હત્યાની કોશિષ કરી હતી. જે અંગે શિવ પોલીસ મથકે ગુનો નોંધાતા તે ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો. આપઘાત કરતા યુવાનને બ ચાવવા માટે પોલીસે જોખમ ખેડ્યુ હતુ. તો તેનું બેકગ્રાઉન્ડ ગુનાહિત નીકળતા તેની ધરપકડ કરી પોલીસે બન્ને ફરજ અદા કરી હતી.