સુરત : ઈજાગ્રસ્તને કઈ હોસ્પિટલે લઈ જવુ તે અંગે 108ના પાયલટ મુંજવણમાં

ઉધના બસ સ્ટોપ પાસે અકસ્માત થયા બાદ 108ને જાણ કરાતા તાત્કાલિક 108ના પાયલટ સ્થળે દોડી ગયા હતા જો કે કઈ હોસ્પિટલે લઈ જવુ તે અંગે મુંજવણમાં મુકાયા હોય અને ત્યાં જ ઉભા રહી ચર્ચા કરતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
હાલ કોરોનાની મહામારી સમગ્ર શહેર સાથે દેશને હચમચાવી રહી છે ત્યારે સુરતમાં સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં ખાનગી વાહનો સાથે 108ને પણ પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. તો ગુરૂવારે સવારે ઉધના બસ સ્ટોપ સામે બે વ્યક્તિઓનું અકસ્માત થયુ હતુ જેમાં એકને ઈજાઓ પહોંચતા રાહદારી રાજા નામના ઈસમે ઈજાગ્રસ્તને ઉઠાવી સાઈડે મુક્યો હતો અને ત્યારબાદ 108ને જાણ કરી હતી. જેથી તાત્કાલિક 108ની ટીમ સ્થળે દોડી ગઈ હતી. જો કે સિવિલ અને સ્મિમેરમાં 108ના પ્રવેશ પર પ્રતિબંધ હોય જેને લઈ 108ના પાયલટ અને સ્ટાફ ચર્ચા કરતા નજરે પડ્યા હતા અને ઘણા સમય સુધી ઈજાગ્રસ્ત ત્યાં જ પડ્યો રહ્યો હતો.
હાલ તો સુરતમાં તંત્ર દ્વારા તાત્કાલિક કોરોનાના દર્દીઓ સાથે અન્ય બિમારીના કે અકસ્માત જેવી ઘટનાનો ભોગ બનનારાઓ માટે પણ અલાયદી સુવિધા કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. જેથી અકસ્માત જેવી ઘટનામાં કોઈનું મોત ન નિપજે.