સુરત : ઉર્વશીના પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને રજુઆત

વેસુમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાનો ભોગ બનેલી ઉર્વશીના પરિવારજનો દ્વારા શુક્રવારે સુરત પોલીસ કમિશનરને મળી આરોપીની જલ્દી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે આરોપી સામે પોલીસની કામગીરી સામે પણ ઉર્વશીના પરિવારે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
સુરતના વેસુ ખાતે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં માલેતુજાર દારૂડીયા અતુલ બેકરીના માલિક અતુલ વૈકરીયાનો ભોગ બનેલી મૃતક ઉર્વશીના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ સાથે શુક્રવારે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરની રૂબરૂ મુલાકાત કરી હતી. અને પોલીસ દ્વારા કરાતી કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. અગાઉ પોલીસે અતુલ વેકરીયા સામે કરેલી કામગીરીને લઈ તેને તાત્કાલિક જામીન મળી ગયા હતા જો કે હાલમાં પોલીસે મતેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે જો કે પોલીસની કામગીરી સામે મૃતક ઉર્વશીના પરિવારજનો દ્વારા અસંતોષ વ્યક્ત કરાયો હતો. ને રાજકીય વગના ઈશારે અતુલ વેકરિયાને બચાવવાનો પ્રયાસ કરાયો હોવાની વાત ઉર્વશીના પરિવારે કરી હતી. જો કે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે મૃતક ઉર્વશીના પરિવારને આશ્વાસન આપ્યુ હતું.
હાલ તો માલેતુજાર અતુલ વેકરીયા સામે પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યુ છે. જો કે હજુ સુધી તેને પકડવામાં જાણે પોલીસ નિષ્ફળ નિવડી રહી હોય તેમ લાગી રહ્યું છે.