સુરત : એક યુવતિ તાપીમાં છલાંગ લગાવે તે પહેલા જ બચાવી લેવાઈ

કાપોદ્રા બ્રિજ પરથી એક યુવતિ તાપીમાં છલાંગ લગાવે તે પહેલા જ લોકોએ તેને બચાવી લઈ પોલીસને બોલાવી પોલીસને સોંપી દીધી હતી.
સુરતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે કાપોદ્રા બ્રિજ પરથી એક યુવતિ મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે લોકોએ તેને બચાવી લીધી હતી. અને સમજાવી પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચતા જ લોકોએ યુવતિને પોલીસને સોંપી દીધી હતી. જો કે યુવતિ કોણ હતી અને શુ કામ આપઘાત કરવા જતી હતી તે અંગે જાણી શકાયુ નથી.