સુરત : ઓક્સિજન પ્રોવાઈડ કરતી એજન્સીઓ પાસે સિલેન્ડરની ડિમાન્ડ વધી

સુરતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યો છે ત્યારે ઓક્સિજન પ્રોવાઈડ કરતી એજન્સીઓ પાસે રોજ ચાર થી સાત હજાર સીઝન સિલેન્ડરની ડિમાન્ડ વધી ગઈ છે. પ્રોડકશન કરતા વધુ ડિમાન્ડને લઈ એજન્સીઓ પણ મુંજવણમાં છે ત્યારે સુરત સહિત તાપી જિલ્લા અને મહારાષ્ટ્ર બોર્ડર ખાતેના કામોમાં પણ ઓક્સિજનની અઅજત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુરતમાં કોરોના રોજેરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યો છે લોકો હજુ પણ કોરોનાની ગંભીરતાને ધ્યાને લેતા નથી. ત્યારે હાલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરત શહેરમાં સતત વધતા કોરોનાને લઈ ઓક્સીજન પ્રોવાઈડ કરતી એજન્સીઓ પણ મુંજવણમાં મુકાય છે. કારણ કે રોજ 4 થી 7 હજાર જેટલા સિઝન સિલેન્ડરની ડિમાન્ડ ઉભી થઈ છે. જેને લઈ પ્રોડકશન કરતા વધારે ઓખ્સિજનની ડિમાન્ડ ઉભી થતા તેઓ પણ દોડતા થયા છે તો હાલ એજન્સીઓ બહાર ઓક્સિજન બોટલ માટે લોકોની લાંબી લાંબી કતારો પણ જોવા મળે છે અને લોકો પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. ત્યારે સુરત સહિત તાપી જિલ્લો અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામોમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા હોય ત્યાં પણ ઓક્સિજનની અછત જને લઈ સુરતમાં એજન્સીઓમાં ડિમાન્ડ વધી રહી છે.
હાલ તો લોકોએ જાતે જ કામ વગર ઘર બહાર નિકળવાનું ટાળવા સિવાય બીજો કોઈ છુટકો નથી. કારણ કે તંત્ર દ્વારા તમામ પગલા લેવાઈ રહ્યા છે પરંતુ લોકો કોવિડ ગાઈડ લાઈનનું પાલન ન કરશે તો કોરોના વધુ વકરશે જેમાં કોઈ બે મત નથી.