સુરત : કોંગ્રેસ એસ.સી. સેલના પ્રમુખ 500થી વધુ કાર્યકરોસાથે ભાજપમાં જોડાયા

ચુંટણી આવે અને કોંગ્રેસીઓ ભાજપમાં ન જાય તે વાત ગળે ઉતરે તેમ નથી. ત્યારે સુરત કોંગ્રેસના એસ.સી. સેલના પ્રમુખ 500થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસમાં પોતાની સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ભાજપમાં જોડાયા હતાં. તો અપક્ષ ઉમેદવારી કરનાર કોંગ્રેસના એસ.સી. સેલના પ્રમુખના પુત્રએ અપક્ષ ઉમેદવારી કરી હોય તેણે પણ ભાજપને સમર્થન જાહેર કર્યુ હતું.
ગુજરાતમાં ચુંટણી આવે એટલે ભાજપમાં કોંગ્રેસીઓનો આવકાર શરૂ થઈ જતો હોવાનો છેલ્લા કેટલાક વર્ષોથી અવસર આવતો હોય તેમ લાગે છે. ત્યારે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પોતાની સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસીઓ ભાજપનું ખેસ ધારણ કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસના એસ.સી. સેલના ઉમેદવાર કિરીટ રાણા પણ ભાજપમાં જોડાયા હતાં. કીરીટ રાણાએ જણાવ્યુ હતું કે કોંગ્રેસમાં ટીકીટ ફાળવણીમાં અન્યાય થયો છે તેવા આક્ષેપ કરી પોતાના 500 સમર્થકો સાથે ભાજપનું ખેસ ધારણ કર્યુ હતું. તો અપક્ષ ઉમેદવારી કરનાર કિરીટ રાણાના પુત્ર તપન રાણાએ પણ અપક્ષ ઉમેદવારી કરી હોય જો કે પિતા સાથે તે પણ ભાજપમાં જોડાયો હતો અને ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યુ હતું.
એક તરફ કોંગ્રેસના ત્રણ ત્રણ પાટીદાર આગેવાનોએ છેડો ફાડતા વોર્ડ નંબર 3માં હાલ માત્ર 1 જ ઉમેદવાર કોંગ્રેસનો છે જ્યારે આવી રીતે જ કોંગ્રેસીઓ અન્યાયની વાત સાથે પક્ષ સાથે છેડો ફાડશે તો ટુંક સમયમાં ગુજરાતમાંથી કોંગ્રેસ ફેંકાઈ જશે જેમાં કોઈ બે મત નથી.