સુરત : કોંગ્રેસના ઉમેદવારો દ્વારા શહેરભરમાં યોજાઈ બાઈક રેલી

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન કરાયુ હતું. જેમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી ભવ્ય બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારોના સમર્થકો જોડાયા હતાં. શહેરના દરેક વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા યોજાયેલી બાઈક રેલીને લઈ શહેર કોંગ્રેસ મય બની ગયુ હતું.
સુરત મહાનગર પાલિકાની ચુંટણીનું મતદાન રવિવારે 21મી ફેબ્રુઆરીએ યોજાય તે પહેલા 19મી ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થાય તેને લઈ ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન કરાયુ હતું. જેમાં સુરતના જુદાજુદા વોર્ડમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરાયુ હતું. કોંગ્રેસના ઉમેદવારોએ કાઢેલી ભવ્ય બાઈક રેલીમાં કાર્યકરો સાથે ઉમેદવારોના અને કોંગ્રેસના સમર્થકો પણ ઉત્સાહભેર જોડાયા હતાં. જેને લઈ શહેર કોંગ્રેસમય બની ગયુ હોય તેમ લાગી રહ્યું છે.
સુરતમાં ચુંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા યોજાયેલી કોંગ્રેસના ઉમેદવારોની ભવ્ય બાઈક રેલી શહેરના ખુણેખુણે પહોંચી હતી અને મતદાતાઓને કોંગ્રેસના ઉમેદવારને મત આપી કોંગ્રેસને સત્તામાં લાવવા અપીલ પણ કરાઈ હતી.