સુરત : કિડની હોસ્પિટલને નવી કોવિડ હોસ્પિટલમાં ફેરવવાની કવાયત

સુરતમાં કોરોનાના વધતા સસંક્રમણને લઈ સુરત દોડી આવેલા રાજ્યના આરોગ્ય સચીવ જ્યંતિ રવિ સાથે અધિકારીઓની સમીક્ષા બેઠક બાદ સિવિલ કેમ્પસમાં સાકાર થયેલી કિડની હોસ્પિટલને નવી કોવિડ હોસ્પિટલમાં ફેરવવાની કવાયત હાથ ધરાઈ છે અને શરૂઆતમાં 200 બેડ ની વ્યવસ્થા કરાશે તેમ જણાવાયુ હતું.
સુરતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને વકરતા કોરોના ને અટકાવવા કરાઈ રહેલી તંત્રની કામગીરીનું નિરિક્ષણ કરવા અને સમિક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય સચીવ જ્યંતિ રવિ મંગળવારે સુરત દોડી આવ્યા હતાં. અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો, કલેકટર, મનપા કમિશનર અને ખાસ ફરજ પરના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સાકાર થયેલી કિડની હોસ્પિટલને નવી કોવિડ હોસ્પિટલમાં ફેરવવાનુ સુચન કરાયુ હતું. જ્યાં શરૂઆતમાં 200 બેડની વ્યવસ્થા કરાશે. તો આ હોસ્પિટલમાં 750 ની કેપેસિટી છે. સિવિલ તંત્ર દ્વારા સરકાર પાસે મેન પાવર, વેન્ટિલેટર સહિતની માંગણી પણ કરાશે.
સુરતમાં કોરોનાના વધતા આંકને જોઈ હવે હોસ્પિટલ અને બેડની સુવિધા વધારવા માટે કવાયત હાથ ધરાઈ છે સાથે લોકોને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાની સાથે કામ વગર ઘર બહાર ન નિકળવા પણ અપિલ કરાઈ રહી છે.