સુરત : ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ખેપિયાને ઝડપી પાડ્યો

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સરથાણા પુણા સીમાડા કેનાલ રોડ પુંજન પ્લાઝા પાસેથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ખેપિયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતાં.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે સરથાણા પુણા સીમાડા કેનાલ રોડ પુંજન પ્લાઝા પાસેથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ખેપિયા ઉધના રેલ્વે સ્ટેશન સામે જે.પી. ચેમ્બર્સમાં રહેતા શીવમ ઉર્ફે ભુરો તીવારીને ઝડપી પાડ્યો હતો અને કાર તથા દારૂનો જથ્થો સહિત 6 લાખ 36 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. પોલીસે ખેપિયા સીવમની ધરપકડ કર્યા બાદ તેની પાસે દારૂનો જથ્થો મંગાવનાર વરાછા એ.કે. રોડના બુટલેગર મુકેશ હેન્ડે, મનોજ તથા દારૂ આપનાર મહારાષ્ટ્ર નવાપુરના પીન્ટુ વિશ્વાસ અને સોહન ઉર્ફે સની પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.