સુરત : ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણ રીઢા વાહન ચોરોને ઝડપી પાડ્યા

ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ રીઢા વાહન ચોરોને ઝડપી પાડી ચોરાયેલી ત્રણ મોટર સાઈકલ કબ્જે કરી સરથાણાના બે અને અમરોલીના એક વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે સરથાણા શ્યામધામ મંદિર સામે રોડ પરથી પસાર થતા રીઢા વાહન ચોરો કિશન મોલીયા, ચિરાગ બેલડીયા અને બીપીન બેલડીયાને ઝડપી પાડી તેઓ પાસેથી પોલીસે સરથાણામાંથી અને અમરોલી પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી ત્રણ મોટર સાઈકલો કબ્જે કરી હતી. તો રીઢાઓ હરવા ફરવાનો શોખ પુરા કરવા બાઈકોની ચોરી કરતા હોવાની કબુલાત કરી હતી. હાલ તો ત્રણેય રીઢાઓની પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.