સુરત : કિશોરીને લગ્નની લાલચે ભગાડી ગયેલા નરાધમને પોલીસે ઝડપી પાડ્યા

કિશોરીને લગ્નની લાલચે ભગાડી ગયેલા નરાધમને ડિંડોલી પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી હતી.
ડિંડોલી પોલીસ મથકની હદમાંથી 15 વર્ષિય કિશોરીને લગ્નની લાલચે ભગાડી જનાર નવાગામ ડિંડોલી ખાતે રહેતા આશુતોષ પ્રકાશભાઈ શાહને ડિંડોલી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. અને આરોપી પાસેથી કિશોરીને મુક્ત કરાવી કિશોરીનો કબ્જો તેના પરિવારજનોને સોંપ્યો હતો.