સુરત : ગુજરાત વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કર્યા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યાં સુધી ઓનલાઈન પરિક્ષાની જાહેરાત ન કરે ત્યાં સુધી ઉપવાસ પર ઉતરવાની ચિમકી સાથે સત્યમેવ ગ્રુપ અને ગુજરાત વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સત્યમેવ ગ્રુપ અને ગુજરાત વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયુ હતું. વિદ્યાર્થી સંગઠનોએ જણાવ્યુ હતું કે યુનિવર્સિટી દ્વારા જ્યાં સુધી ઓનલાઈન પરિક્ષાની જાહેરાત ન કરાશે ત્યાં સુધી ઉપવાસ આંદોલન યથાવત રહે છે. જે પણ ઓફલાઈન પરિક્ષાઓ લેવાની છે તેનો સખત વિરોધ કર્યો હતો. અને રદ્દ કરો રદ્દ કરો ઓફલાઈન પરિક્ષાઓ રદ્દ કરોના નારા સાથે ઉપવાસ શરૂ કર્યા હતાં. વિદ્યાર્થીઓ આખુ વર્ષ ઓનલાઈન ભણ્યા અને ઓફલાઈન એક્ઝામ આપે તે યોગ્ય નથી. એમ્સના ડોક્ટર ડો. ગુલેરિયા દ્વારા કહેવાયું છે કે થોડા દિવસોમાં કોરોનાની ત્રીજીલ હેર આવી શકે છે ત્યારે યુનિવર્સિટી શા માટે ઓફલાઈન પરિક્ષાઓ લઈ રહી છે.
બીજી તરફ યુનિવર્સિટીના રજીસ્ટર ઈન્ચાર્જ જયદીપ ચૌધરીએ જણાવ્યુ હતું કે, વિદ્યાર્થી સંગઠનો આંદોલન કરી વિદ્યાર્થીઓમાં ખોટો મેસેજ પસાર કરી રહ્યા છે.
હાલ તો યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરિક્ષાની જાહેરાત કરાઈ છે ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઓનલાઈન પરિક્ષાની માંગ સાથે ઉપવાસ આંદોલનની શરૂઆત કરાઈ છે. ત્યારે જોવુ એ રહ્યું કે વિદ્યાર્થીઓની વાત મનાશે કે પછી ઓફલાઈન જ પરિક્ષા લેવાશે.