સુરત : ગોડાદરા ખાતે એક યુવાન પર ત્રણ ઈસમોએ કર્યો જીવલેણ હુમલો

ગોડાદરા ખાતે એક યુવાન પર ત્રણ ઈસમોએ જુના ઝઘડાની અદાવતમાં જીવલેણ હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.
સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. ત્યારે ગોડદરા જેવા પરપ્રાંતિય વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં મોડી સાંજે ગોડાદરામાં એક યુવાન પર ત્રણ ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બનાવને લઈ ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. તો હુમલો કર્યા બાદ હુમલાખોરો ભાગી છુટ્યા હતાં. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.