સુરત : ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ એક પત્રકાર પરિષધ સંબોધી

આઝાદીનો અમૃત મહોત્સવને લઈ યોજાયેલી દાંડી યાત્રા સુરત આવતા જ ભવ્ય સ્વાગત કરાયુ હતું. તો દાંડી યાત્રામાં જોડાવવા ગોવાના મુખ્યમંત્રી શુક્રવારે સુરત આવ્યા હતા જ્યાં તેઓએ દાંડી યાત્રામાં જોડાયા બાદ એક પત્રકાર પરિષધ સંબોધી હતી અને તેમાં આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતાં. સાથે બંગાળમાં સત્ય અને અહિંસા પર ચાલનારી સરકાર જ બંગાળમાં આવશે તેમ જણાવ્યુ હતું.
આઝાદીનો અમૃત મહોત્સવને લઈ અમદાવાદથી નિકળેલી દાંડી યાત્રા સુરત આવતા ભવ્ય સ્વાગત કરાયુ હતું. આ દાંડી યાત્રામાં ગુરૂવારે સાંજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી જોડાયા હતાં. તો શુક્રવારે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ દાંડી યાત્રામાં જોડાયા હતા. અને ત્યારબાદ એક પત્રકાર પરિષદ યોજી પ્રમોદ સાવંતએ કહ્યુ હતું કે આમ આદમી પાર્ટીની ગોવા પર પણ નજર છે. પણ લોકોનો ઝુકાવ ભાજપ તરફ છે. જિલ્લા પંચાયતોમાં ભાજપે ક્લીન સ્વીપ મેળવી છે અને શહેરી વિસ્તારમાં પણ ભઆજપ અગ્રેસર છે. સાથે આગામી દિવસોમાં ગોવામાં ભાજપ મજબુત થશે. તો વધુમાં જણાવ્યુ હતું કે ભારતના નવનિર્માણમાં લોકો સાથે આપે, કોમન સિવિલ કોડની તારીફ કરી હતી અને 5 જેટલા સુત્ર આપ્યા હતા તે આઈડિયાથી ચાલશુ તો ભારત વિશ્વગુરૂ બનશે અને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ ચુંટણીને લઈ કહ્યુ હતું કે સત્ય અને અહિંસા ઉપર ચાલનારી સરકાર જ બંગાળમાં આવશે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ દાંડી યાત્રામાં જોડાયા બાદ પત્રકાર પરિષધ સંબોધી હતી. અને ત્યારબાદ ભાજપના નેતાઓ સાથે ચર્ચા પણ કરી હતી.