સુરત : ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ઘરફોડીયા ઝડપાયા

વર્ષ 2014માં રાત્રીના સમયે સુરતના જુદાજુદા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જઈ 30 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ઘરફોડીયાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાત વર્ષે ઝડપી પાડી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે વર્ષ 2014માં રાત્રીના સમયે શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં 30થી વધુ ઘરફોડ ચોરી કરનાર રીઢા એવા લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજુ શ્રીહરી દંડપાની બિસોઈને ઝડપી પાડ્યો હતો. રીઢો ઘરફોડ ચોરીને અંજામ આપી તેના વતન ઓરિસ્સાના ગંજામ ખાતે ભાગી ગયો હતો. હાલ પોલીસે રીઢા પાસેથી રોકડ 6.24 લાખ તથા અલગ અલગ કન્ટ્રીની વિદેશી ચલણી નોટ, સાડીઓ, મોપેડ સહિત 8 લાખ 92 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.