સુરત : ચૌટા બજારમાં નિયમોનું પાલન કરાવવા સ્થાનિકોએ આપી ચેતવણી

હાલ કોરોના સંક્રમણ કન્ટ્રોલમાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉનમાં આંશિક છુટછાટ અપાઈ છે. તો સુરતના ચૌટા બજારમાં ભારે ભીડ ભેગી થતી હોય જેને લઈ સ્થાનિકો દ્વારા લોકોને નિયમોનું પાલન કરવાની સાથે ભીડ ઓછી થાય તે માટે વાહન પાર્ક ન કરવા પણ બોર્ડમાં ચેતવણી અપાઈ છે.
કોરોના હજી ગયો નથી ત્યાં તો ચૌટા બજાર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભરાતા બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યાં છે.માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સના અભાવ વચ્ચે ભરાતા બજારો આગામી દિવસોમાં સુપર સ્પ્રેડરનું ઉદાહરણ બની શકે છે. જોકે હાલ આ વિસ્તારમાં રહેતા લોકો માટે આડેધડ ઉભા કરી દેવાતા વાહનોની સમસ્યા એક મોટું કારણ બની ગઈ છે. જેને કારણે કેટલાક રહિશોએ આખરે અહિંયા વાહનો પાર્ક કરવા અને નો પાર્કિગના બોર્ડ મારવાની સાથે જો વાહનો પાર્ક કર્યા તો હવા નીકળી જશે. એવા શબ્દોમાં કડક સૂચનાઓ લખીને લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, સરકારી તમામ ગાઇડલાઈનો ચોંટા બજારમાં ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. તો પણ તંત્ર ચૂપ છે. દંડના નામે માત્ર રૂપિયાની ઉઘરાણી કરાઈ રહી છે. પરંતુ સમસ્યાનું સમાધાન કરવામાં પીલીસ તંત્ર ને કોઈ રસ ન હોવાનું કહી શકાય છે. પાલિકા તો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રાખવાના નિયમને કારણે ચોંટા બજારમાં દિવાળીના દિવસોમાં હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયમાં બજારમાં આવતા ગ્રાહકોને કારણે આસપાસના રહેવાસીમાં સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. સાથે સાથે પાર્કિગ એક મોટી સમસ્યા બની ગઈ છે. લોકો આડેધડ પોતાના વાહનો જ્યાં ત્યાં પાર્ક કરી દેતા હોવાને કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. દબાણ ની ઓનલાઈન ફરિયાદો કરવા છતાં SMCના અધિકારીઓ કોવિડની કામગીરીનું બહાનું કાઢી ફરિયાદો ક્લોઝ કરાવી દેતા હોવાના આક્ષેપ કરયા છે. વધુમાં ચૌટા બજારમાં દુકાનો સિવાય કોઈપણ પ્રકારના ફેરિયાઓને સંપૂર્ણપણે એન્ટ્રી સવારથી જ બેરીકેટ મૂકી ને બંધ કરવી જોઈએ. ગ્રાહકો જ્યાં ખરીદી માટે જવાના હોઈ તે જગ્યા એ જ પોતાની ગાડીઓ પાર્ક કરવી જોઈએ, જેથી આસપાસના વિસ્તારોમાં સંક્રમણનો ભય ઓછો થાય. જે દૂકાનોની બહાર છાબ કે ફેરિયાઓ ઉભા રહે એ દુકાનદારોને મસમોટો દંડ ફટકરાવવામાં આવવો જોઈએ. જેથી કરીને સરકારી રોડ પર ઉભા રહેતા ફેરિયાઓ પાસે આ દુકાનદારો ભાડું ના વસૂલી શકે.કોઈપણ સમયે એમ્બ્યુલન્સ , ફાયરના વાહનો જેવા ઈમરજન્સી વાહનો ની અવર જવર થઈ શકે એટલી જગ્યા હોવી જ જોઈએ.
હાલ તો ચૌટા બજારને કારણે આસપાસ ના રહીશો હવે કંટાળી ગયા છે. તંત્ર ગેરકાયદેસર ધંધો કરનાર માટે કાયદેસર રીતે વેરા ટેક્સ, ઈન્કમટેક્ષ ભરીને રહેતા રહીશોને આવી રીતે જ હેરાન કરશે એવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.