સુરત : ચોરી કરી ભાગી રહેલી મહિલાને દુકાનદારે પકડી પાડી

સુરતમાં દિવાળી ટાણે ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાંદેર રોડ પાલનપુર જકાતનાકા પાસે દુકાનમાંથી દુકાનદારની નજર ચુકવી ચોરી કરી ભાગી રહેલી મહિલાને દુકાનદારે પિછો કરી પકડી પાડી પોલીસને બોલાવી હતી. જેને લઈ હોબાળો મચી જતી મહિલાએ માફી માંગી હોવાનો વિડીયો વાયરલ થયો છે.
દિવાળી આવતા જ હાલ સુરતમાં ચોરી અને લુંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે પાલનપુર જકાતનાકા ખાતે એક દુકાનમાં ખરીદીના બહાને ઘુસેલી મહિલા ચોરી કરી ભાગી હતી. જેને દુકાનદારે જોઈ લઈ પકડી લીધી હતી. વાત એમ છે કે દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસી ચોરી કરી ભાગી રહેલી મહિલા પર દુકાનદારની નજર પડતા તેની પાછળ દોડ્યો હતો અને તેને આંતરી તેણીની મોપેડની ડીકી ચેક કરતા ચોરેલ બોક્ષ મળી આવ્યો હતો. જેથી પોલીસ પણ આવી જતા મહિલાએ જાહેરમાં માફી માંગી હતી. હાલ તો આ વિડીયો વાયરલ થતા દુકાનદારો માટે ખરેખર ગ્રાહકીના દિવસોમાં વધુ સાવધાન રહેવુ પડશે તેમ લાગે છે.