સુરત : જિનાજ્ઞા સેવા ટ્રસ્ટ દ્વારા લોકોને જાગૃત્ત કરવાનો અનોખો પ્રયાસ

કોરોનાની મહામારી વચ્ચે લોકો વેક્સિન લઈ તે માટે જિનાજ્ઞા સેવા ટ્રસ્ટ દ્વારા ગોપીપુરા વિસ્તારમાં એક પગપાળા રેલી યોજી લોકો વેક્સીન લે તે માટે લોકોને જાગૃત્ત કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.
સુરતમાં કોરોનાના કેસો ખુબ જ વધી રહ્યા છે તેને જોતા દરેક શહેરીજનો કોરોના સામે સુરક્ષિત થાય તે માટે કોરોનાની રસી લેવા આગળ આવે તે માટે સુરતની જીનાજ્ઞા સેવા ટ્રસ્ટ દ્વારા અનોખો કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો. રવિવારે જીનાજ્ઞા સેવા ટ્રસ્ટ દ્વારા ગોપીપુરા, સુભાષ ચોક, મહિલા સ્કુલ, અંબાજી રોડ, ખપાટીયા ચકલા, ચોક બજાર ગાંધીજીની પ્રતિમા સહિતના વિસ્તારમાં પગપાળા રેલી યોજી બેનરો સાથે લોકોને કોરોના વેક્સિન લેવા માટે જાગૃત્ત કર્યા હતાં. કોરોના વેક્સિન અંગે જાગૃત્તા રેલીમાં જીનાજ્ઞા સેવા ટ્રસ્ટના પિયુષ શાહ, કૌશિક રાણા સહિતના સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતાં.
જીનાજ્ઞા સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્ય થકી લોકોને મદદ કરાય છે. ત્યારે હાલમાં વકરતા કોરોનાને અટકાવવા માટે પણ જીનાજ્ઞા સેવા ટ્રસ્ટ દ્વારા રસી લેવા અંગે લોકોને જાગૃત્ત કરી ખરેખર માનવતાનું કાર્ય કર્યું છે.