સુરત : ડિંડોલી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા

ડિંડોલી પોલીસે મણીનગર ખાતે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોની મત્તા કબ્જે કરી હતી. જ્યારે જુગારધામ ચલાવનાર ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.
ડિંડોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ડિંડોલી મણી નગર ખાતે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓ જેમાં જગદીશ વેડુ પાટીલ, ઈશ્વર અશોક ગૌશ્વામી, આનંદમોહન શિવકુમાર પ્રસાદ અને જગદીશ ઉર્ફે ચકલી ભરત પાટીલને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત 1 લાખ 3 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે પોલીસને જોઈ જુગારધામ ચલાવનાર રાહુલ ચોર ભાગી છુટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.