સુરત : દિનદયાળ નગરના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા

કાપોદ્રા પોલીસે બાતમીના આધઆરે કાપોદ્રા સ્પીનીંગ મીલ પાછલ ખાડી કિનારે આવેલ દિનદયાળ નગરના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી જુગાર રમાડનાર સહિત જુગારીઓને ઝડપી પાડી હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.
કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપોદ્રા પોલીસે કાપોદ્રા સ્પીનીંગ મીલ પાછળ આવેલ ખાડી કિનારેના દિનદયાળ નગરમાં દરોડા પાડ્યા હતાં જ્યાં મકાન નંબર 401માં ચાલતા જુગારધામ પરથી પોલીસે જુગારધામ ચલાવનાર મકાન માલિક વિનુ ભોજવીયા તથા જુગાર રમવા આવેલા જુગારીઓ જેમાં અનીલ ભોજ્યા, અનિલ શિમ્પી, ભરત રાણપરીયા, અરવિંદ વાણીયા, મહેશ પટેલ, રનજીત પટેલ, વિક્રમ સાંઘળીયા અને નારણ ભોજવીયાને ઝડપી પાડ્યા હતાં અને પોલીસે તમામ જુગારીઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત હજ્જારોની મત્તા કબ્જે કરી હતી. અને તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.