સુરત : ન્યુ પશુપતી ટેક્ષ્ટાઈલ માર્કેટના કાપડ વેપારી પાસેથી લાખોની ઠગાઈ

રીંગરોડ ખાતે આવેલ મોટી બેગમવાડી ન્યુ પશુપતી ટેક્ષ્ટાઈલ માર્કેટના કાપડ વેપારી પાસેતી લાખોનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ દિલ્હીના ઠગોએ રૂપિયા ન આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણાગામ ખાતે રહેતા નોરંગલાલ તેતરવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ રીંગરોડ પર મોટી બેગમવાડીમાં ન્યુ પશુપતી ટેક્ષ્ટાઈલ માર્કેટ ખાતે દુકાન ધરાવે છે અને તેઓની દુકાનેથી દિલ્હીના ઠગો જેમાં િવના અશોક ગર્ગ, નમક અશોક ગર્ગ અને રજત અશોક ગર્ગનાઓ વિશ્વાસ અને ભરોસો અપાવી 13 લાખ 7 હજારથી વધુનો કાપડનો માલ ઉધારીમાં લઈ ગયા હતા અને ત્યારબાદ રૂપિયા ન આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હા તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.