સુરત : નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા હડતાળ

નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાત દ્વારા પડતર માંગણીઓનો નિવેડો ન આવતા આખરે શનિવારથી હડતાળ પાડવામાં આવી હતી. અને જો હજુ પણ માંગણી ન સંતોષાશે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ હતી.
નેશનલ હેલઅત મિશન કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા શનિવારથી ધરણાં શરૂ કરાયા છે. અડાજણ હેલ્થ સેન્ટર ખાતે તબીબો સહિતના કર્મચારીઓએ સુત્રોચ્ચાર સાથે ધરણા કર્યાં હતા. અને તેઓની વર્ષથી પડતર માંગણીઓ નો નિવેડો ન આવ્યો હોવાનું જણાવ્યુ હતું. અને અગાઉ 12 ઓક્ટોબર બાદ 4 મેના રોજ પણ આવેદન પત્ર આપી પડતર માંગણીઓને હકારાત્મક વાચા મળે તેવી માંગ કરાઈ હોવા છતા કોઈ નિવેડો ન આવતા આખતે નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાતના નેજા હેઠળ કર્મચારીઓએ હડતાળ પર ઉતર્યા હતાં.
વધુમાં નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાત દ્વારા જણાવાયુ હતું કે જો હજુ પણ માંગણી નહી સંતોષાશે તો આંદોલન ઉગ્ર બનાવાશે.