સુરત : નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના કૌભાંડનો પર્દાફાશ

મોરબી એલસીબીએ રાજ્યવ્યાપી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરી મોરબી, અમદાવાદ અને સુરતના 7 શખ્સની ધરપકડ કરી 1.61 કરોડની કિંમતના 3,371 નકલી ઇન્જેક્શન તેમજ 90.27 લાખ રોકડા અને નકલી મુદ્દામાલ તેમજ એક ઇનોવા કાર જપ્ત કરી છે. બે શખ્સ ભાગી છૂટ્યા છે, તેને પકડવા કવાયત શરૂ કરી દેવાઈ છે.
મોરબી અને સુરત પોલીસે જણાવ્યું હતું કે ગ્લુકોઝ અને મીઠાંનું મિશ્રણ કરી મુંબઇથી ખાલી બોટલો મંગાવી, વાપીમાં રેમડેસિવિરના નકલી સ્ટિકર છપાવી, તેમાં 33 ગ્રામ માલ ભરી દેવામાં આવતો હતો અને સૌરાષ્ટ્ર ગુજરાતના શહેરોમાં તેની સપ્લાય કરવામાં આવતી હતી. મોરબીના બે શખ્સ કમિશનના આધારે જ્યારે અમદાવાદના જુહાપુરામાં રહેતા બે શખ્સ સાળો, બનેવી ગરજ મુજબ 2,500 થી 5,200 રૂપિયા વસૂલતા હતા. મૂળ સૂત્રધાર સુરેન્દ્રનગર પંથકનો છે. તેને એક સાગરિત સાથે મળીને સુરત નજીક પીંજરાત ગામમાં આવેલા એક ફાર્મહાઉસમાં ફેકટરી શરૂ કરી દઈ તેમાં નકલી ઈન્જેકશન બનાવવાનું શરુ કર્યું હતું. આ નકલી ઇન્જેક્શન તે અમદાવાદ જુહાપુરામાંથી મહમદ આશીમ ઉર્ફે મહમદ આશીફ મહમદ અબ્બાસભાઇ પટણી અને રમીઝભાઈ સૈયદહોન કાદરી નામના બે આરોપીને 1170 નંગ નકલી રેમડેસિવર ઈન્જેક્શન અને રોકડા રૂપિયા 17.37 લાખ સાથે મોરબી પોલીસની ટીમે દબોચી લઈ આ ઇન્જેક્શન ક્યાંથી લાવતા હતા તે અંગે માહિતી ઓકાવી કૌભાંડના મૂળ અને જ્યા રેમડેસિવિર ઈન્જેક્શનન બનાવવામાં આવતા હતા તે સુરતના પિંજરાદ ગામે ગઈકાલે રાત્રે જ દરોડો પાડી નકલી રેમડેસિવિર ઈન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. વધુમા જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે, કૌભાંડિયા તત્વો દ્વારા ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરી નકલી રેમડેસિવિર ઈન્જેક્શનન બનાવવામાં આવતા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારા લોકો 2500 રૂપિયામાં ઇન્જેક્શન આપતા હતા. જેને મોરબી અને અમદાવાદમાં જરૂરિયાત વાળા લોકો પાસેથી પાંચ હજાર કે તેથી વધુ કિંમત વસૂલી વેચવામાં આવતા હતા. આ દરમિયાન મોરબી પોલીસે સુરત નજીક આવેલા પિંજરાદ ગામે સ્થાનિક પોલીસની મદદથી દરોડો પડતા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાનો મુખ્ય ભેજાબાજ આરોપી કૌશલ મહેન્દ્રભાઇ વોરા અને પુનિત ગુણવંતલાલ શાહ ઝડપાઈ ગયા હતા અને પોલીસે નકલી ઈન્જેક્શન બનાવવાની ફેક્ટરીમાંથી 160 નંગ નકલી રેમડેસિવિર ઈન્જેક્શન, 63 હજાર જેટલી ખાલી બોટલ ઉપરાંત 30 હજાર જેટલા નકલી સ્ટીકર સાથે રોકડ રકમ રૂપિયા 74 લાખ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા અને હજુ પણ આ અંગેની કાર્યવાહી ચાલુ હોવાનું અને અત્યાર સુધીમાં કુલ 11 આરોપીને ગિરફ્તમાં લેવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
વધુમાં અમદાવાદ ખાતે મુખ્ય આરોપી કૌશાલ દ્વારા મોકલવામાં આવનાર ડુપ્લેકેટ રેમડેસિવિર ઈન્જેક્શનના જથ્થાની તપાસમાં રહેલી ટીમને વોચ દરમિયાન ભાડાની ટાવેરા કારમાં સીરાજમાન ઉર્ફે રાજુ પઠાણ વાળો રૂ. 96 લાખનો જથ્થો રાખી કાર મુકી નાશી ગયેલો હોવાથી આ અંગેની રેઇડની કાર્યવાહી ચાલુ છે. તેમજ ઉપરોકત રેડ અંગે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.માં ગુનો રજી. થયેલો હોવાથી જે ગુનાની તપાસ જે.એમ.આલ પો.ઇન્સ. એસ.ઓ.જી.મોરબી ચલાવી રહ્યા છે. હજુ આ કૌભાંડમાં સૌરાજખાન ઉર્ફે રાજુ મુસીરખાન પઠાણ અને કલ્પેશકુમાર મોહનભાઇ પ્રજાપતીને પકડવાના બાકી છે.
વધુમાં આ રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી મોરબી પોલીસે કુલ એક કરોડ, 61 લાખ, 80 હજાર 800 રુપિયાના ઇન્જેકશન વેચાણના રોકડા રૂ.90 લાખ 27 હજાર 500, મોબાઇલ નંગ-નવ કી.રૂ.એક લાખ 50 હજાર, ખાલી શીશીઓ એટલે કે વાયલ 7 લાખ 57 હજાર 656ની 1 લાખ 43 હજાર, શીશીઓને મારવાના બુચ 1 લાખ 14 હજાર, એપલ કંપનીનું લેપટોપ એક લાખ 75 હજાર, સાત ગ્લુકોઝ પાવડર બેગ જેની કિંમત આઠ હજાર, ઈનોવા કાર આઠ લાખ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે અને તમામ આરોપીઓ વિરૂદ્ધ આઇપીસી મુજબ ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.