સુરત : પાંડેસરા ખાતે આવેલ કનિષ્કા ડાઈંગ મિલમાં કારીગરનું મોત

પાંડેસરા ખાતે આવેલ કનિષ્કા ડાઈંગ મિલમાં ડ્રમ મશીનમાં ફસાઈ જતા યુપીવાસી કારીગરનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ સ્થળે દોડી ગઈ હતી.
પાંડેસરા પોલીસ અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ કનિષ્કા ડાઈંગ મીલમં કામ કરતા યુપીવાસી મનીષ નામનો કારીગર ડ્રમ મશીનમાં ફસાઈ જતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યુ હતું. કારીગર મનીષનું માથુ ડ્રમ મશીનમાં ફસાયો હતો. હાલ તો બનાવને લઈ જાણ થતા પાંડેસરા પોલીસે સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.