સુરત પાંડેસરામાં 10 વર્ષીય બાળકીની હત્યાને લઇ જન આક્રોશ જુઓ

સુરત પાંડેસરા ભેદવાડ વિસ્તારમાંથી સોમવારે 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કરી હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણેની ધરપકડ કરાઈ હતી. ધરપકડ બાદ દિનેશે ક્રૂર રીતે બાળકીની હત્યા કરી હોવાની કબુલાત કરતા કહ્યું હતું કે દુષ્કર્મનો પ્રયાસ કરતા તેણીએ હાથમાં બચકું ભર્યું હતું જેને લઇ બાજુમાં પડેલી ઈટ ના 6 ઘા માથાના ભાગે મારી તેની હત્યા કરી છે. પહેલાં બાળકીને ઇંટનો ઘા માર્યો હતો બાદ જ્યાં સુધી મૃત્યુ પામ્યાની ખાતરી થઇ ત્યાં સુધી સતત ઘા માર્યા હતા.
ઘટનાની વિગત એવી છે કે પાંડેસરા ભેદવાડ વિસ્તારમાં કાકાના ઘર પાસેથી 10 વર્ષીય બાળકી બપોરે 3.30 કલાકે ગુમ થઈ જવાની ઘટનામાં પોલીસે ભેદવાડ વિસ્તારમાં જ રહેતાં દિનેશ ઉર્ફે પ્રદીપ બૈસાણીની ધરપકડ કરી હતી. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીના જણાવ્યા પ્રમાણે બાળકીને તેના પિતા ભાઇને ઘરે મૂકીને ભાઇ સાથે નોકરીએ જતા હોઈ તે રોજ તેને જોતો હતો. સોમવારે બપોરે તેને એકલી બહાર રમતા જોતા નિયત બગડી હતી. વડાપાઉં ખવડાવવાની લાલચ આપી બાળકીને વડાપાઉં ખવડાવના બહાને લઈ જઈ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવેલી અવાવરું જગ્યાએ લઇ ગયો હતો. બાદમાં બાળકીએ ચીસો પાડવાની કોશિશ કરતાં તેનું મોઢું દબાવી ઝાડીમાં ઘસડીને લઇ ગયો હતો. જ્યાં બાળકીના કપડાં કાઢવાના પ્રયત્ન કરતા બાળકીએ હિંમત દાખવી જોરથી તેની આંગળીએ બચકું ભરી લીધું હતું. બાળકીએ કરડી લેતા દિનેશ ડરી ગયો હતો. બાળકી ઘરે જઇને પોતાનો ભાંડો ફોડી નાંખશે તેવા ડરથી બાળકીને નીચે પછાડી માથામાં ઇંટ મારી હત્યા કરી નાંખી હતી પરંતુ તે જીવતી હોવાની શંકા જતાં સતત માથામાં વધુ ઘા માર્યા હતા. બાળકીની હત્યા બાદ આરોપી જાણે કશું નહિ થયું હોય તેમ પરત ઘરે આવી બિન્દાસ્ત ફરતો જોવા મળ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા દિનેશ બાળકીને લઇ જતો દેખાયો હતો જેના આધારે પોલીસે દિનેશને પકડી પાડતા કોઇ રસ્તો નહિ રહેતાં તેણે પોતે સગીર હોવાનું નાટક કર્યું હતું તેમજ બીજાના કહેવાથી કર્યું હોવાનું કહીને પણ ત્રાગું કર્યું હતું પરંતુ પોલીસે આધાર કાર્ડ તથા બીજા પુરાવાની મદદથી આરોપી પુખ્ત હોવાનું પુરવાર કરતાં તે ભાંગી પડ્યો હતો.
બાળકીની હત્યાથી લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી જતા બાળકીની અંતિમ યાત્રામાં આરોપીને ફાંસીથી ઓછું કંઇ નહિ, આરોપી કો ફાંસી દો ... ફાંસી દો ના બુલંદ અવાજ સાથે મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા અને આરોપીને સજા મળે તે માટે જો ફાંસી નહિ તો ભીડને હવાલે સોંપી દેવાની માગણી કરી હતી આમ જનઆક્રોશ જોતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. અંતિમયાત્રાને પગલે ઉધના સચીન રોડનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com