સુરત : પુણા વિસ્તારના પીર ફળિયામાં ખુલ્લેઆમ દારૂનો વેપલો

સુરતમાં દારૂબંધી માત્ર કાગળ પુરતી હોય તેવુ અનેકવાર સામે આવ્યુ છે ત્યારે પુણા વિસ્તારમાં આવેલ પીર ફળિયામાં ખુલ્લેઆમ દારૂ વેંચાતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. અને બુટલેગર દારૂડિયાઓને દમણ જેવી સુવિધા પુરી પાડતો હોવાનું વિડીયોમાં દેખાય છે.
સુરતમાં દારૂબંધીની વાતો હાલ તો માત્ર કાગળ પુરતી છે કારણ કે શહેરના અનેક વિસ્તારોમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે. પુણા વિસ્તારના નામે વાયરલ વિડીયોમાં પુણા પીર ફળિયામાં ખુલ્લેઆમ દારૂ વેંચાતો હોવાનો અને બુટલેગર દ્વારા દારૂડીયાઓને દારૂ પિવા માટે દમણ જેવી સુવિધા પુરી પાડતો હોવનો વિડીયોમાં દેખાય છે. ત્યારે પુણા પોલીસની સાથે વિવિધ બ્રાન્ચના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશિર્વાદથી જ ખુલ્લેઆમ બુટલેગર દારૂનો અડ્ડો ચાલવતો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. હાલ તો આ વિડીયો વાયરલ થતા બુટલેગર અને સ્થાનિક પોલીસ સામે પગલા લેવાશે કે કેમ તે તો જોવુ રહ્યું...