સુરત : પ્રેમિકાના પૂર્વ પ્રેમીએ નવા પ્રેમિની કરી ઘાત્કી હત્યા

કાપોદ્રા પ્રેમિકાના જુના પ્રેમીએ નવા પ્રેમિની ચપ્પુના ઘા ઝીંકી કરેલી ઘાત્કી હત્યા મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો હતો.
કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે કાપોદ્રા ચાર રસ્તા બ્રીજ નીચે અંજલીબેન દામજીભાઈ બેરડીયાના જુના પ્રેમી લાલજી ઉર્ફે કાળુ ઘરણીયાએ નવા પ્રેમી અજય પટ્ટણીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી જે મામલે પોલીસે ફરિયાદ લઈ હત્યારા આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ હત્યારા લાલજી ઘરણીયાને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીએ કબુલાત કરી હતી કે તેણે મૃતક અજયની આંખમાં મરચુ નાંખી તેના શરીરે ચપ્પુના આડેધડ ઘા મારી હત્યા કરી હતી.
વધુમાં પ્રેમિકાના નવા પ્રેમિની હત્યા કરનાર જુના પ્રેમીએ વચ્ચે પડેલ પ્રેમીકા પર પણ હુમલો કર્યો હતો. હાલ આ મામલે વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી છે.