સુરત : પોલીસ કમિશ્નરે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ તાગ મેળવ્યો

સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે સુરત પોલીસ કમિશનર પણ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ત્યારે વરાછા, કાપોદ્રા અને સરથાણાની મુલાકાત બાદ સુરત પોલીસ કમિશનરે સ્મિમેરની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી.
સુરત માં હાલ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે જેને લઈ તંત્ર રસ્તા પર આવી ગયુ છે અને લોકોને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાવવા મથી રહ્યો છે. ત્યારે સુરત પોલીસ કમિશનર પણ વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લઈ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ માર્ગદર્શન આપે છે. ત્યારે સુરત પોલીસ કમિશનરે વરાછા, કાપોદ્રા અને સરથાણા વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ સ્મિમેર હોસ્પિટલની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી. તો વરાછામાં ભરાતી માર્કેટો ની પણ મુલાકાત લઈ પોલીસ કર્મચારીઓને સુચનો આપ્યા હતા. લોકો સાથે યોગ્ય વર્તન સાથે ભીડભાડ થતી અટકાવવા પણ નિર્દેશ આપ્યા હતાં. જ્યારે સ્મિમેરમાં માથાકુટ ન થાય તે માટે પોલીસ ઈન્સ્પેક્ટરને રાઉન્ડ લેવા જણાવ્યુ હતું.
સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અધિકારીઓને સુરત પોલીસ કમિશનરે સુચનો આપ્યા હતાં. વધુમાં સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં કિન્નરો અને પોલીસ વચ્ચે માથાકુટ પણ થઈ હતી.