સુરત : પશ્ચિમ બંગાળમાં ભાજપની થયેલી હારને લઈ સી.આર. પાટીલે આપી પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળમાં ભાજપની થયેલી હારને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી હતી અને પશ્ચિમ બંગાળમાં મમતાનો ગુંડારજ ચાલે છે તેમ કહી ગુંડારાજ ચલાવી લેવાય નહી તેમ કહ્યું હતું. સાથે મમતાએ હાર થતા રાજીનામું આપવુ જોઈએ તેમ કહ્યુ હતું.
પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચુંટણીનું રવિવારે પરિણામ આવ્યુ હતું જેમાં ફરી પશ્ચિમ બંગાળમાં મમતા બેનરર્જીની તુણમુલ કોંગ્રેસે જળહળતી સફળતા મેળવી છે જો કે મમતા બેનરજી ખુદ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતાં. જો કે આ બાબતે સુરતમાં ગુજરાત ભાપના પ્રદેશ અધ્યક્ષએ પ્રતિક્રિયા આપી હતી. સી.આ. પાટીલે કહ્યુ હતું કે મમતા બેનરજીએ હાર બાદ રાજીનામું આપી દેવુ જોઈએ, બંગાળમાં મમતાનો ગુંડારાજ ચાલે છે અને ગુંડારાજ ચલાવી લેવાય નહી. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યાલયો સળગાવી ગુંડારાજ ચાલતુ હોવાનું સાબિત કર્યુ હોવાનું પણ કહ્યુ હતું.
પશ્ચિમ બંગાળમાં એક તરફ ભાજપની આખી ટીમ ઉતરી પડી હતી ત્યારે મમતા બેનર્જીએ મોદી અને અમિત શાહની જોડીને પરાસ્ત કરી હોય સમગ્ર દેશમાં તેના પડધા પડ્યા છે.