સુરત : બિહારી સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી

કોરોનાની મહામારી વચ્ચે સાદાઈથી મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી. ત્યારે બિહારી સમાજ દ્વારા પણ ઈદની ઉજવણી કરી અલ્લાહ દુનિયામાંથી વહેલી તકે કોરોનાની મહામારીને દુર કરે તેવી દુઆ પણ કરી હતી.
એક તરફ કોરોનાએ કાળો કેર છેલ્લા દોઢ વર્ષથી દેશ અને દુનિયામાં મહામારી ફેલાવી છે અને તેને લઈ દરેક પ્રસંગ સાથે ધાર્મિક અને સામાજિક કાર્યકરો પર પણ રોક લગાવાઈ છે. ત્યારે હાલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસની ઉજવણી કરાયા બાદ ઈદની ઉજવણી કરાઈ હતી. જો કે કોરોનાને લઈ સરકારી ગાઈડ લાઈન મુજબ મુસ્લિમો દ્વારા સાદાઈથી ઈદની ઉજવણી કરાઈ હતી. સાથે કોરોનાને અલ્લાહ વહેલી તકે દુનિયામાંથી દુર કરે તેવી દુવા પણ કરી હતી.
મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઈદની ઉજવણી કરાઈ છે. જો કે બે વર્ષથી કોરોનાની મહામારી વચ્ચે સાદાઈથી ઈદની ઉજવણી કરાઈ છે.