સુરત : ભાજપ દ્વારા દરેક વોર્ડમાં ભવ્ય વાહન રેલીનું આયોજન કરાયુ

સુરત મહાનગર પાલિકાની ચુંટણીને લઈ રવિવારે 21મી ફેબ્રુઆરીએ મતદાન થાય તે પહેલા 19મી ફેબ્રુઆરી એ સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ રહ્યું હોય જેથી ભાજપ દ્વારા ભવ્ય વાહન રેલીનું આયોજન કરાયુ હતું. ભાજપની દરેક વોર્ડમાં યોજાયેલી ભવ્ય વાહન રેલીને લઈ સમગ્ર શહેર કેસરિયા રંગમાં રંગાયુ હતું. ભાજપની વાહન રેલીમાં જાણે જનમેદની ઉમટી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.
સુરત મહાનગર પાલિકાની ચુંટણી રવિવાર 21મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જેને લઈ 19મી ફેબ્રુઆરી એટલે કે આજે શુક્રવારે સાંજે પાંચ કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. જેથી ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન કરાયુ હતું. ત્યારે ભાજપના ઉમેદવારોએ તમામ 30 વોર્ડમાં બાઈક રેલીનું આયોજન કર્યુ હતું. જે સમગ્ર વિસ્તારમાં ફરી હતી. ભાજપની બાઈક રેલીને લઈ જાણે સમગ્ર સુરત શહેર કેસરિયા રંગમાં રંગાયુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. તો કતારગામમાં ભાજપની બાઈક રેલીનું સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને ધારાસભ્ય વિનુ મોરડીયાએ પ્રસ્થાન કરાવી હતી.
સુરતમાં ભાજપ દ્વારા યોજાયેલી દરેક વોર્ડમાં ભવ્ય બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સમર્થકો જોડાયા હતાં. ત્યારે હવે 21મી ફેબ્રુઆરી રવિવારે મતદાન થનાર છે ત્યાં સુધી ઉમેદવારો દ્વારા ગ્રુપ મીટીંગોનું આયોજન કરાશે.