સુરત : ભાજપના માજી મહિલા કોર્પોરેટર અને હાલની મહિલા કોર્પોરેટર વચ્ચે તુતુ મેમે

શિસ્ત બદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટિની માજી મહિલા કોર્પોરેટર અને હાલની મહિલા કોર્પોરેટર વચ્ચે વૃક્ષારોપણ દરમિયાન જાહેરમાં તડાફડતી જોવા મળી હતી. જે વિડીયો વાયરલ થતા અન્ય ભાજપી કાર્યકરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં.
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 15માં વર્ષા સોસાયટી આવેલી છે. લંબેહનુમાન રોડ પર આવેલી આ સોસાયટીમાં ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક વોર્ડ વિસ્તારની પુર્વ કોર્પોરેટર મંજુલા દુધાત અને વર્તમાન મહિલા નગરસેવક રૂપા પંડ્યાએ જાહેરમાં તાયફો કર્યો હતો. વૃક્ષારોપણ દરમિયાન બન્ને સામસામે આવી ગયા હતા અને એકબીજા પર શાબ્દિક પસ્તાળ પાડી હતી. જેમાં પુર્વ કોર્પોરેટર મંજુલા દુધાત અને વર્તમાન કોર્પોરેટર રૂપા પંડ્યા સાથે સૌથી પહેલા અણછાજતુ વર્તન કર્યુ હતું. જાહેરમાં તેમની જીભ લપસી પડી હતી. જેને લઈ કોર્પોરેટર રૂપા પંડ્યાએ મિજાજ ગુમાવ્યો હતો. અને વોર્ડના કાર્કરો અને સ્થાનિકોની હાજરીમાં જ પુર્વ કોર્પોરેટર મંજુલા દુધાતના ક્લાસ લઈ લીધા હતાં. તુ મારી સાથે વહીવટ કરવા આવતી નહી. તુ છાનીમાની નીકળ. તમે કેવા ધંધા કર્યા બધી મને ખબર છે તુ આખા ગામના પૈસા ખા. જેવા શાબ્દિક પ્રહારો થયા હતાં. એટલુ જ નહી દુધાત પર ઝાડુ ફેરવી દેવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી. હાલ તો આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો. વોર્ડ નંબર 15ના વર્તમાન અને પુર્વ કોર્પોરેટર વચ્ચે થયેલ શાબ્દિક તણખા ઝર્યા બાદ સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ભાજપની આવી જ સ્થિતિ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતું.