સુરત : માતૃશક્તિની વાડીમાં કોરોના વેક્સિનેશનની કામગીરી

સુરતમાં કોરોનાના વધતા કહેરને લઈ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન વધારી દેવાયુ છે. ત્યારે પુણા ખાતે આવેલ માતૃશક્તિની વાડીમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા પહોંચ્યા હતાં.
સુરતમાં હાલ કોરોના કહેર વર્તાવી રહ્યો છે. સુરતમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વેક્સિનેશન કરાવવા માટે જાગૃત્ત કરાઈ રહ્યા છે. ત્યારે પુણા ખાતે આવેલ માતૃશક્તિની વાડીમાં ચાલી રહેલ વેક્સિનેશનમાં લોકો મોટી સંખ્યામાં પહોંચી વેક્સિન લઈ રહ્યા છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા વિવિધ જાગૃત્ત નાગરિકો થકી પણ જાગૃત્તા લવાઈ રહી છે.
પુણામાં ચાલી રહેલ વેક્સિનેશનમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા પહોંચી રહ્યા છે.