સુરત : મનપા તંત્ર દ્વારા ભાગલ વિસ્તારમાં દબાણો દુર કરાયા

સુરતમાં કોરોના રોકેટ ગતિએ ફેલાઈ રહ્યો છે ત્યારે રવિવારની રજામાં લોકોની ભીડ ભેગી ન થાય તેને ધ્યાને લઈ મનપા તંત્ર દ્વારા ભાગલ વિસ્તારમાં દબાણો દુર કરાયા હતાં.
સુરતમાં કોરોના બેકાબુ થયો છે અને તંત્ર દ્વારા અનેક કડક નિર્ણયો પણ જાહેર કરાયા છે. જો કે શનિવાર અને રવિવારની રજામાં લોકોની અલગ અલગ વિસ્તારમાં ભીડ જોવા મળે છે. ત્યારે ભાગળ ખાતે પણ ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડતી હોય જેને લઈ સંક્રમણ ફેલાવવાનો ડર જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારે સવારથી જ પાલિકા તંત્ર મેદાને આવી ગયુ હતું અને ભાગળ વિસ્તારમાં દબાણો દુર કરાયા હતાં. જેથી ભીડ ન થાય અને લોકો કોરોના સંક્રમિત થતા બચી શકે.