સુરત : મહાનગર પાલિકાની ઓફલાઈન માસિક સામાન્ય સભા મળી

સુરત મહાનગર પાલિકાની બે મહિના બાદ પહેલી ઓફલાઈન માસિક સામાન્ય સભા મળી હતી. જેમાં આંગળીના વેતરે ગણાય તેટલા કોર્પોરેટરો હાજર રહ્યા હતા. તો મનપાની માસિક સાધારણ સભામાં વિવિધ કામોને લઈ વિપક્ષ દ્વારા વિરોધ પણ કરાયો હતો.
કોરોનાની બીજી લહેર વચ્ચે સુરત મહાનગર પાલિકાની માસિક સાધારણ સભા સોમવારના રોજ ઓફલાઈન મળી હતી. મેયર હેમાલીબેન બોઘાવાલાની અધ્યક્ષતામાં મળેલી માસિક સામાન્ય સભામાં ગણિયા ગાઠીયા કોર્પોરેટરો હાજર રહ્યા હતાં. તો ઓફલાઈન માસિક સામાન્ય સભામાં પ્રિમોન્સુન કામગીરી, કોરોના સમયમાં કરાયેલી કામગીરી અને રોડ રસ્તા સાથે પાલિકાના પ્લોટની હરાજી અંગેના કામો પર વિપક્ષ આમ આદમી પાર્ટીએ સવાલો કરી વિરોધ કર્યો હતો. મેયર હેમાલીબેન બોઘાવાલાની અધ્યક્ષતામાં મળેલી માસિક સામાન્ય સભામાં રજુ કરાયેલા કામો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. સુરત મનપાની માસિક સામાન્ય સભામાં સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક પક્ષ નેતા, વિપક્ષી નેતા સહિતનાઓ હાજર રહ્યા હતાં.