સુરત : મહાપ્રભુનગરમાં આવેલા ખાતામાં અજાણ્યા ચોરએ લાખોની મત્તાની ચોરી

લિંબાયત મહાપ્રભુનગર ખાતે આવેલા ખાતાને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમો લાખોની મત્તાની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે રહેતા અરવિંદ જૈનએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ લિંબાયત મહાપ્રભુનગર ખાતે ખાતુ ધરાવે છે અને તેઓના કાપડના ખાતાને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યો હતો. ખાતામાં ઘુસેલા રીઢાઓએ ટેબલના ડ્રોઅરનો લોક તોડી તેમાં મુકેલ રોકડ 4 લાખ 30 હજારની મત્તાની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે લિંબાયત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.