સુરત : રાહુલ રાજ મોલના વેપારીઓએ શનિ-રવિ મોલ બંધનો કર્યો વિરોધ

સુરત ડુમસ રોડ પરના રાહુલરાજ મોલના વેપારીઓએ એક થઈને શનિ-રવિ મોલ બંધનોવિરોધ કર્યો છે. અને કરફ્યનો સમય ઓછો કરવા જણાવ્યુ છે. જો આમ નહી કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
લોકડાઉનને કારણે આમ જનતા પરેશાનીમાં મુકાઈ જવા પામી છે. એકતો મંદીઉપરથી રાત્રે નવ વાગ્યે કરફ્યુ એતો ઠીક જયારે કામકાજ અને લોકોને આવન જાવનનો સમય શનિ-રવિ હોય તે સમયેજ તંત્રએ મોલ બંધ કરવાનો આદેશ કર્યો છે જેના કારણે સુરત ડુમસ રોડ પરના રાહુલરાજ મોલના 319 દુકાનોના વેપારીઓએ એક થઈને આ પરીપત્રનો વિરોધ કર્યો છે. અને સરકાર આ શની રવી બંધનો આદેશ પાછોખેંચે તથા કરફયુનો સમય ઘટાડે જો આ ફરમાન પાછુ નહીખેંચવામાં આવેતો ઉગ્ર આંદોલન કરવાની આ વેપારીઓએ ચીમકી આપી હતી.
આમ કોરોનાથીકંટાળી ગયેલા વેપારીઓ અને આમ જનતા હવે તંત્રના આદેશથી કંટાળી ગઈ છે. વેપારીઓ કહે છે. આવુને આવુ રહ્યુ તો ભીખ માંગવાનો વારો આવશે અને વાત પણ સાચી છે.