સુરત : વિજયા નગર શાકભાજી માર્કેટમાં સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા

ઉધના ખાતે આવેલ વિજયા નગર શાકભાજી માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટતા સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડતા નજરે પડ્યા હતાં.
સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં આજે પણ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાતુ નથી. ત્યારે ઉધનામાં વિજ્યા નગર ખાતે પાલિકાના હેલ્થ સેન્ટરની બાજુમાં ભરાતા શાકભાજી માર્કેટમાં શોસિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડતા નજરે પડ્યા હતાં. જેમાં શાકભાજી ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા કોરોનાનો સંક્રમણ અહીથી વધુ ફેલાય તેમ લાગી રહ્યુ છે. હાલ તો પાલિકાના હેલ્થ સેન્ટરની બાજુમાં જ લોકોનું કિડીયારૂ ઉમટતુ હોય તેમ છતા પાલિકા અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.