સુરત : વોર્ડ નં. 7ના કોંગ્રેસ ના મહિલા ઉમેદવારના અનોખા પ્રચાર

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં અનોખી રીતે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે ત્યારે વોર્ડ નં. 7ના કોંગ્રેસ ના મહિલા ઉમેદવારે મોંઘવારીના મુદ્દે ગેસનો બાટલો લઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના મહિલા ઉમેદવારના અનોખા પ્રચારને જોઈ લોકો પણ ઉત્સુક થયા હતાં.
સુરત મહાનગર પાલિકાની ચુંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે. જેમાં સુરત મનપાના વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારોએ મોંઘવારીના મુદ્દા સાથે અનોખી રીતે ઉજવણી કરી હતી. કોંગ્રેસના વોર્ડ નંબર 7ના મહિલા ઉમેદવારે મોંઘવારીના મુદ્દા સાથે ગેસનો બાટલો લઈ પ્રચાર કર્યો હતો અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. તો કોંગ્રેસના મહિલા ઉમેદવારના અનોખા પ્રચારને જોઈ લોકો પણ ઉત્સુક થયા હતાં.
હાલ તો કોંગ્રેસના મહિલા ઉમેદવારે કરેલા અનોખા વિરોધને પ્રજા શુ તેઓને સાથ આપશે કે કેમ તે તો મતદાન પછી જ ખબર પડશે.