સુરત : વરાછા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા

વરાછા ઉમિયાધામ સર્કલ પાછળ પરચીગર કમ્પાઉન્ડ સામેથી વરાછા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
વરાછા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે વરાછા ઉમીયધામ સર્કલ પાછળ પરચીગર કમ્પાઉન્ડની સામે થી ટેમ્પામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરો ચંદનસિંહ રાજપુર અને હડવંતસિંહ ભાટીને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓ પાસેથી વિદેશી દારૂ અને ટેમ્પો તથા અન્ય મત્તા મળી 5 લાખ 77 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે તેઓ પાસેથી દારૂ મંગાવનાર માધુપુરી ગૌશ્વામી, સંદિપ પટેલ અને અજય ક્રિષ્ના પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતાં.