સુરત : સતી કુંવરબા નારી શક્ત સંગઠન દ્વારા કલેકટર વતી મુખ્યમંત્રીને આવેદન

વિર મહેરુજી યુવા શક્તિ સંગઠન ગુજરાત અને સતી કુંવરબા નારી શક્ત સંગઠન ગુજરાત દ્વારા સુરત કલેકટર વતી મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી અમરેલીના લુવારા ગામની ઘટના અને કચ્છના મુદ્રામાં ચારણ યુવકોની હત્યા મામલે ન્યાયીક તપાસ કરાવી ન્યાય અપાવવાની માંગ કરી હતી. સાથે અમરેલી એસ.પી. નિર્લિપ્ત રાય સામે પગલા લેવાની પણ માંગ કરાઈ હતી.
વિર મહેરુજી યુવા શક્તિ સંગઠન ગુજરાત અને સતી કુંવરબા નારી શક્ત સંગઠન ગુજરાત દ્વારા સુરત કલેકટર થકી મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે, અમરેલીના લુવારા ગામમાં એસ.પી. નિર્લિપ્ત રાય ના આદેશથી અમરેલી જીલ્લા પોલીસ દ્વારા 26 જાન્યુઆરીના રોજ અશોકસિંહ બોરીચાના એન્કાઉન્ટરનું ષડયંત્ર રચાયુ હતું. અને ફાયરિંગ કરી ગિરફતારી કરાઈ હતી. સાથે તેનો સરઘસ કાઢ્યો હતો જે અંગે નો વિડીયો અશોકસિંહની બહેન દ્વારા બનાવાતા તેની વિરૂદ્ધ પણ ગુનો નોંધી ગંભીર કલમો લગાડાઈ છે જેથી સમગ્ર રાજપુત સમાજમાં રોષ જોવા મળ્યો છે. અને તાત્કાલિક આ પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે મહિલા હેમુબેન સાથે સી સમરી નહી પરંતુ બી સમરી ભરતી તમામ ચાર્જોથી મુક્ત કરવામાં આવે સાથે એસ.પી. નિર્લિપ્તરાય સામે પગલા લઈ તાત્કાલિક સસ્પેન્ડ કરવા સાથે તેમની ટીમ સામે પણ પગલા લેવા માંગ કરી હતી.
સુરત કલેકટરાલયે આવેદન પત્ર આપવા આવેલા વિર મહેરુજી યુવા શક્તિ સંગઠન ગુજરાત અને સતી કુંવરબા નારી શક્ત સંગઠન ગુજરાત ના નેતાઓ દ્વારા તાત્કાલિક માંગણી સંતોષવાની માંગ કરી હતી. સાથે જો તેઓની માંગણી નહી સંતોષાય તો આંદોલન કરવાની પણ ચિમકી આપી હતી.