સુરત : સલાબતપુરા અનવર નગરમાં પાનનો ગલ્લો ધરાવનાર મહિલાને ધમકી

સલાબતપુરા અનવર નગરમાં પાનનો ગલ્લો ધરાવનાર મહિલાને ધમકી આપનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે નજીવી ફરિયાદ લઈ છોડી મુક્યો હોવાનો આક્ષેપ મહિલાઓએ મીડિયા સમક્ષ કર્યો હતો.
સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે સલાબતપુરા અનવર નગર વિસ્તારમાં તો અસામાજિક તત્વોનો આતંક થોડા થોડા સમયે જોવા મળે છે. હાલમાં સલાબતપુરા પોલીસ મથકે પહોંચેલી મહિલા જરીનાબેન અને તેમની પુત્રી સમીમ બાનુએ જણાવ્યુ હતું કે તેઓના પાનના ગલ્લે સ્થાનિક વિસ્તારમાં રહેતા માથાભારે મોહમ્મદભાઈ બીડી લેવા આવ્યો હતો તેને બીડીનો બંડલ તેમના જમાઈએ આપતા આરોપીએ વધુ રૂપિયા વસુલો છો તેમ કહેતા મોંઘુ બંડલ આવ્યુ છે જરીનાબેન તેમ કહ્યુ હતું. જો કે આરોપીએ ધમકી આપવાની શરૂઆત કરી હતી અને પોતાનો પુત્ર માથાભારે છે તેની પાસે પંટરો છે અહી જ તમને માર મારવામાં આવશે તેવી ધમકી આપી હતી. જેથી શ્રમજીવી પરિવાર સીધો જ પોલીસ મથકે દોડી ગયો હતો અને ફરિયાદ કરતા પોલીસે આરોપીની અટકાયત કરી નજીવી કલમ લગાડી છોડી મુક્યો હતો અને પોલીસે આરોપી દારૂના નશામાં હોવાનું કહેવાયુ હતુ. તો આરોપીના પુત્ર સમીરએ પણ ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો હતો.
હાલ તો પોલીસ પાસે આ પરિવાર ન્યાયની માંગ સાથે પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યું છે.