સુરત : હોડીબંગલા ખાતે સાડીના કારખાનામાં અચાનક લાગી આગ

હોડીબંગલા ખાતે આવેલ કમાલ દલાલ મસ્જિદ સામે સાડીના કારખાનામાં રાત્રીના સમયે અચાનક આગ લાગતા સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
હોડી બંગલા ખાતે આવેલી કમાલ દલાલ મસ્જિદ સામેની ત્રણ માળની બિલ્ડીંગના ત્રીજા માળે આવેલ સાડીના કારખાનામાં આગ લાગી હતી. જેને લઈ સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કર્યો હતો. જો કે આગ વિકરાળ હોય જેને લઈ ફાયરને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગની ઘટનાને લઈ સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. અને લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થયા હતાં.