સુરતથી દીવની પ્રથમ ક્રુઝમાં મહિલા કોરોનાગ્રસ્ત

સુરતથી દીવની પ્રથમ ક્રુઝમાં મહિલા કોરોનાગ્રસ્ત

સુરતના હજીરાથી દિવ વચ્ચે બુધવારે સાંજે 4.30 કલાકે શરૂ થયેલી ક્રુઝ સર્વીસની પ્રથમ ટ્રીપનું સવારે 11 વાગ્યે દિવમાં આગમન થયું હતું. ક્રુઝમાં સુરતથી પહોંચેલી મ્યુઝિકલ પાર્ટીની એક મહિલાનો રેપિડ ટેસ્ટ કરાતાં તે કોરોના પોઝિટીવ હોવાનું માલુમ પડ્યું હતું જેને લઇ તેને સારવાર માટે દિવની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ભાજપના મીડિયા કન્વીનરના જણાવ્યા અનુસાર ક્રુઝમાં સુરતના સિલેક્ટેડ 15 પત્રકારોને પણ ક્રુઝમાં દીવ મુલાકાતે લઇ જવાયા હતા. જેને લઇ અન્ય પત્રકારોમાં રોષ ફેલાયો હતો અને મીડિયા કન્વીનરને કહ્યું હતું કે ન્યુઝ કવરેજ કરવા તમામ મીડિયાને બોલાવો છો ત્યારે દીવ મુલાકાતે માત્ર 15 મીડિયા કર્મીઓને જ કેમ લઇ જવાયા ?
જેના જવાબમાં મીડિયા કન્વીરે કહ્યું હતુંકે માત્ર 15 લોકોને જ લઇ જવાનો આદેશ મળ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે શું ભાજપ મીડિયામાં પણ ભાગલા પાડોની નીતિ અપનાવી રહી છે કે પછી ભાજપ કે સરકાર વિરુદ્ધ કે પછી કોઈ નેતા વિરુદ્ધ સમાચારો લખે તેમને અવગણીને માત્ર સરકારની વાહવાહી કરતા લોકો ને જ મહત્વ આપવામાં આવશે તેવી નીતિ અપનાવી રહ્યું છે.
હજીરાથી પહોંચેલી ક્રુઝ જય સુફિયા બેલીઝનો આજે સવારે દિવના કિલ્લા પાછળના દરિયામાંથી પ્રવેશ થયો હતો. દિવ જેટી પર પ્રશાસન દ્વારા તેના સ્વાગતની તૈયારીઓ કરાય હતી જ્યાં ક્રુઝમાં આવનાર તમામ પ્રવાસીઓનું તિલક કરી પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું અને કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને રાખીને પ્રવાસીઓનું થર્મોસ્કેનીંગ કરાયું હતું તેમજ માસ્ક અને સેનેટાઇઝરનો ખાસ ઉપયોગ કરાયો હતો છતાં જે દરમ્યાન ક્રુઝમાં આવેલી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આથી મહિલાને દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દીવ સરકારી હોસ્પિટલના કોરોના વિભાગમાં સારવાર માટે દાખલ કરાઇ જેને લઇ મહિલાની આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. સાવચેતીના પગલે રૂપે દિવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ક્રુઝ તેમજ જેટીને સેનેટાઈઝ કરાઇ હતી. ક્રુઝમાં બંદિશ રોક બેન્ડ ગૃપની ગાયક કલાકાર યુવતીને કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેની સાથેના ગૃપના બીજા 4 સહિત 5 વતકતીઓને એમ્બ્યુલન્સ મારફત સુરત રવાના કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રથમ ટ્રીપમાં આવેલી ક્રુઝની દીવ જીલ્લા કલેક્ટર સલોની રાય, એસપી અનુજકુમાર સહિતના લોકોએ મુલાકાત લઇ ક્રુઝની દરેક સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.