સાંસદ પરિમલ નથવાણીની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં - ગુજસીટોક હેઠળ 14 લોકો સામે ફરિયાદ

સાંસદ પરિમલ નથવાણીની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં - ગુજસીટોક હેઠળ 14 લોકો સામે ફરિયાદ

સાંસદ પરિમલ નથવાણીની ફરિયાદ બાદ ગુજરાતના જામનગરમા પોલીસ એક્શન મોડમાં આવી કુખ્યાત જયેશ પટેલ સહિત ગેંગના 14 લોકો સામે પ્રથમ વખત ગુજસીટોક એકટ હેઠળ ફરિયાદ નોંધી છે. જામનગરના કુખ્યાત ડોન જયેશ પટેલની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, હત્યા, જમીન હડપવી સહિતના ગંભીર ગુનાઓ નોધાયેલા છે. જામનગરના નવ નિયુકત એસપી દિપેન ભદ્રને જણાવ્યું હતું કે એક આરોપી મહેન્દ્રસિંહ જાડેજા હાલ જેલમાં બંધ છે. આરોપીઓની પૂછપરછ હાથ ધરાશે. અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે વધુ તપાસ માટે આરોપીઓના રિમાન્ડ માંગીશું. જામનગરમાં પ્રથમ વખત ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભૂમાફિયા જયેશ પટેલ સહિત 13 સામે કાર્યવાહી કરવામાં આવી છે. FIR આધારે આગળની કાર્યવાહી હાથ ધરીશું.
ATSએ ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી અને બિલ્ડર નિલેશ ટોળિયાની પણ ધરપકડ કરી હતી. ત્યારબાદ કુખ્યાત જયેશ પટેલ ગેંગના વધુ 2 શખ્સો ઝડપાયા હતા. ATS અને જામનગર પોલીસે અનવર ઉર્ફે અનીયો અને એજાઝ મામાની રાજકોટ - જામનગર રોડ ઉપરથી ધરપકડ કરી હતી. ઝડપાયેલા શખ્સોની અનેક ગુનામાં સંડોવણી ખુલી છે. ખંડણી, મારામારી, ફાયરિંગ, મિલકત પડાવવાના ગુનાઓમાં સંડોવણી થઇ છે. અનીયો નામના શખ્સ સામે અલગ અલગ સ્થળે 17 ગુનાઓ નોંધાયેલા છે. તો બીજા ઝડપાયેલા એજાઝ નામના શખ્સની 8 ગુનાઓમાં સંડોવણી છે.